હળવદની પીજીવીસીએલ કચેરીમાં 4 ગામના ખેડુતોએ દિવસની વીજળીની માંગણી સાથે કચેરીમાં જ રામધૂન બોલાવી હતી અને ડેપ્યુટી ઈજનેર અને હળવદ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.
હળવદ તાલુકાના છેવાડાના ગામોમાં વીજળીની માંગણી સાથે ખેડૂતો હળવદ પીજીવીસીએલ કચેરીમાં પહોચ્યા હતાં જ્યાં તેમણે જણાવ્યું હતું કે તાલુકાના અજિતગઢ ફીડરમા પાવર વધે છે.છતાં છતાં દિવસનો પાવર આપવામાં આવતો નથી જો ખેડૂતોને દિવસે વીજળી મળે તો ઝેરી જીવજંતુઓમાથી મુક્તિ મળે તેવી માંગણી સાથે આજે ખોડ,અજિતગઢ,માનગઢ,જોગડના 50થી વધુ ખેડુતોએ કચેરીની લોબીમાં જ રામધૂન બોલાવી દિવસે વીજળીની માંગણી કરી હતી.વધુમાં ખેડુતોએ જણાવ્યું હતું કે વરીયાળીના પાકમાં જીવજંતુઓ વધુ હોવાથી ખેડૂતોને ઝોખમ પણ વધુ રહે છે જેથી કરીને રાત્રીનાં બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી પીજીવીસીએલ કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તો સાથે સરકાર દ્વારા દિવસનો પાવર આપવાની જાહેરાત કરી હોવા છતાં જેટકો દ્વારા પાવર આપવામાં આવતો નથી જેથી કરીને અમારી માંગ છેકે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી પીજીવીસીએલ કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
અજિતગઢ, માધવનગર અને સપના ફિડરમા દિવસે વીજળી આપવામાં તેમજ નવા વીજ કનેક્શન માગણી કરેલા ખેડૂતોને વીજળી આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને લાભ મળે જે અંગે હળવદ મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં ખેડુતોએ આવેદનપત્ર આપ્યું હતું.

