HomeGujaratનવલખી રોડ પર એસઓજીનો દરોડો, રૂ. 1.09 લાખના મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો

નવલખી રોડ પર એસઓજીનો દરોડો, રૂ. 1.09 લાખના મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો

મોરબી એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરમાં વધુ એક નશીલા પદાર્થના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ શ્રદ્ધા સોસાયટી, નવલખી રોડ ખાતે રહેતો મયુરભાઈ બાબુભાઈ ગોગરા પોતાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખી ગ્રાહકોને વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી.

આ બાતમીના આધારે એસઓજીની ટીમે તેના નિવાસસ્થાને દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી 29.24 ગ્રામ મેફેડ્રોન પાવડર, જેની કિંમત અંદાજે રૂ. 87,720 થાય છે, કબજે કરવામાં આવ્યો હતો. ઉપરાંત નશીલા પદાર્થના વેચાણથી મેળવેલા રૂ. 11,550ની રોકડ રકમ, એક મોબાઈલ ફોન અને એક નાનો વજનકાંટો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસે કુલ રૂ. 1,09,770ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ગુનો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે કેસ સોંપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW