મોરબીને ગ્રીન સિટી બનાવવાના ઉમદા હેતુ સાથે નવરંગ નેચરલ ક્લબ દ્વારા આગામી તા. 15 નવેમ્બર, રવિવારના રોજ રાહતભાવે ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે. આ હાટ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબી-2 સર્કિટ હાઉસ પાસે, બહાદુર વિલાસ અતિથિ ગૃહ ખાતે (નવા ફાયર સ્ટેશન સામે) યોજાશે.
આ ખેડૂત હાટમાં શહેરના નાગરિકો માટે વિવિધ પ્રકારના ફળ-ફૂલના કલમી રોપા તેમજ 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા સહિતના વિવિધ છોડ રાહતભાવે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત દેશી ખાતર, શુદ્ધ ચોખ્ખું મધ, ગાયનું ઘી તથા વિવિધ પ્રકારની આયુર્વેદિક દવાઓ પણ મળી રહેશે.
હાટમાં લાકડાના બ્રશ, દાંતિયા, અગરબત્તી, ગુગળ, કપૂર, ધૂપ, કોફી સ્ક્રબ, હાથ બનાવટની તાવડીઓ, પાટીયા, માટીના કુંડા અને ફાઈબરના કુંડા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
ખાસ કરીને લાકડાની ઘાણીથી પીલેલું કાળા અને સફેદ તલનું તેલ, કોપરેલ તેલ તથા મગફળીનું તેલ પણ રાહતભાવે ઉપલબ્ધ રહેશે.
નવરંગ નેચરલ ક્લબ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે ખેડૂત હાટનું આયોજન કરવામાં આવે છે, જેના માધ્યમથી લોકોને કુદરતી, દેશી અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે. મોરબીને હરિયાળું અને પર્યાવરણમિત્ર શહેર બનાવવાના અભિયાનમાં નાગરિકો વધુમાં વધુ જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી છે.
આયોજકોનો સંપર્ક:
- પ્રમુખ વી.ડી. બાલા સર: 9427563898
- પ્રકાશભાઈ ચબાડ: 9998500365
- રામભાઈ આહીર: 9825109184
ખેડૂત હાટમાં ખરીદી કરવા આવતા નાગરિકોને પર્યાવરણની જાળવણીના હેતુથી પ્લાસ્ટિકની થેલીને બદલે પોતાની સાથે કાપડની થેલી લઈને આવવા ખાસ અપીલ કરવામાં આવી છે.


