મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામે ભાઈબીજના પાવન અવસરે ગૌમાતાની સેવાના હેતુથી ભવ્ય લોકનાટ્યનું આયોજન કરવામાં આવ્યું છે. બાપા સીતારામ ગૌ-સેવા યુવક મંડળ તથા સજનપર ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 11 નવેમ્બર, 2026ના રોજ ઐતિહાસિક નાટક ‘રા’ માંડલિક’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
Shakti Soundના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમમાં ઐતિહાસિક નાટક ઉપરાંત દર્શકોને હાસ્યરસથી ભરપૂર કોમિક નાટકનો પણ આનંદ માણવા મળશે. આ કાર્યક્રમમાં પેટ પકડીને હસાવી દે તેવું કોમિક નાટક ‘કજિયાની કમાણી, યાને ક્યાં ગયા?’ પણ રજૂ કરવામાં આવશે.
આ નાટકનું આયોજન ગૌમાતાના લાભાર્થે કરવામાં આવ્યું હોવાથી આયોજકોએ સમગ્ર વિસ્તારના ગૌપ્રેમી ભાઈઓ, બહેનો અને ભક્તજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
કાર્યક્રમનું આયોજન તા. 11 નવેમ્બર, બુધવારના રોજ રાત્રે 8:30 કલાકે સજનપર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે તેમજ આલ્બમ યુટ્યુબ ચેનલના માધ્યમથી કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ નિહાળી શકાશે.
આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા બાપા સીતારામ ગૌ-સેવા યુવક મંડળ તથા સજનપર ગ્રામજનો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

