HomeGujaratમોરબી: વિશ્વાસ એક્સપોર્ટના માલિક રાજ ગોધવિયાએ કર્મચારીઓને દિવાળી બોનસમાં એક્ટિવા અને ₹50...

મોરબી: વિશ્વાસ એક્સપોર્ટના માલિક રાજ ગોધવિયાએ કર્મચારીઓને દિવાળી બોનસમાં એક્ટિવા અને ₹50 લાખનું વીમા કવચ આપ્યું

દિવાળીના પર્વ નિમિત્તે મહેન્દ્રનગર ગામના વતની અને વિશ્વાસ એક્સપોર્ટના માલિક રાજ ગોધવિયાએ પોતાના કર્મચારીઓ માટે અનોખી ભેટ આપીને સૌનું દિલ જીતી લીધું છે. દિવાળીના બોનસ તરીકે તેમણે પોતાના સ્ટાફને ₹50 લાખના વીમા કવચ સાથે નવી એક્ટિવા ભેટમાં આપી કર્મચારીઓ પ્રત્યેની લાગણી અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સામાન્ય રીતે દિવાળીના તહેવાર દરમિયાન કંપનીઓ દ્વારા કર્મચારીઓને બોનસ કે અન્ય ભેટ આપવામાં આવતી હોય છે, પરંતુ રાજ ગોધવિયાએ આ પરંપરાથી આગળ વધીને કર્મચારીઓની ખુશીની સાથે તેમના અને તેમના પરિવારના ભવિષ્યની સુરક્ષાને પણ મહત્વ આપ્યું છે. કર્મચારીઓને માત્ર કંપનીના સ્ટાફ તરીકે નહીં, પરંતુ પરિવારના સભ્યો સમાન ગણવાની ભાવના સાથે કરવામાં આવેલી આ પહેલની સર્વત્ર સરાહના થઈ રહી છે. કર્મચારીઓના ચહેરા પર ખુશી લાવવાની સાથે તેમને સુરક્ષાની ભેટ આપીને રાજ ગોધવિયાએ ઉદ્યોગજગત સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દિવાળીના પર્વે કરવામાં આવેલી આ સરાહનીય પહેલ બદલ રાજ ગોધવિયા અને વિશ્વાસ એક્સપોર્ટની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW