HomeGujaratમોરબીના જાણીતા ચિત્રકાર રાજેન્દ્ર ચૌહાણનું મુંબઈમાં ‘ઇકોઝ ઓફ અર્થ’ ચિત્ર પ્રદર્શન યોજાશે

મોરબીના જાણીતા ચિત્રકાર રાજેન્દ્ર ચૌહાણનું મુંબઈમાં ‘ઇકોઝ ઓફ અર્થ’ ચિત્ર પ્રદર્શન યોજાશે

મોરબી માટે ગૌરવની વાત છે કે, શહેરના જાણીતા ચિત્રકાર અને ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના ચિત્ર શિક્ષક રાજેન્દ્ર ચૌહાણનું વિશેષ ચિત્ર પ્રદર્શન ‘ઇકોઝ ઓફ અર્થ’ મુંબઈ ખાતે યોજાવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સહયોગથી આ પ્રદર્શનનું આયોજન બોમ્બે આર્ટ સોસાયટી, મુંબઈ ખાતે તા. 13 નવેમ્બરથી 19 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં રાજેન્દ્ર ચૌહાણ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ લેન્ડસ્કેપ પેઇન્ટિંગ્સ રજૂ કરવામાં આવશે. તેમની કલાકૃતિઓમાં કુદરતના વિવિધ સ્વરૂપો, બદલાતી ઋતુઓ, સવારના સૂર્યપ્રકાશથી લઈને સાંજના રંગીન આકાશ સુધીના મનમોહક દૃશ્યોને કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે. કુદરતી સૌંદર્ય પ્રત્યેના ઊંડા લગાવ અને રંગો, પ્રકાશ તથા ટેક્સચરના અનોખા સંયોજન દ્વારા ચૌહાણ પોતાની કૃતિઓમાં પ્રકૃતિની જીવંત અનુભૂતિ કરાવે છે. પર્વતો, જંગલો, જળાશયો અને કુદરતી વાતાવરણના વિવિધ દૃશ્યો તેમની પેઇન્ટિંગ્સમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

‘ઇકોઝ ઓફ અર્થ’ પ્રદર્શન માત્ર ચિત્રોની રજૂઆત નથી, પરંતુ પ્રકૃતિના સૌંદર્ય અને તેની સાથેના માનવીય જોડાણને અનુભવવાની એક સુંદર તક છે. દરેક કલાકૃતિ દર્શકોને થોડો સમય થંભીને કુદરતની શાંતિ, સુંદરતા અને બદલાતા રંગોને નિહાળવા પ્રેરિત કરશે. મોરબીના કલાકાર રાજેન્દ્ર ચૌહાણની કલાસાધનાને મુંબઈ જેવા મહાનગરમાં પ્રતિષ્ઠિત મંચ મળતા મોરબીના કલા જગતમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW