મોરબી શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી સામે આવી છે. સીટી બી-ડિવિઝન પોલીસે બાતમીના આધારે ત્રાજપર ગામની શેરી નંબર-1માં દરોડો પાડ્યો હતો. જ્યાં ગંજીપત્તાના પાનાં પર પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હતો.
પોલીસે સ્થળ પરથી જુગાર રમતા રામજીભાઈ જયંતીભાઈ માજુશા અને જીવરાજભાઈ નરશીભાઈ અદગામાને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસે રોકડા રૂ.1,200 કબજે કર્યા હતા. આ મામલે પોલીસે બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
