HomeGujaratમહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂતે સ્ટેટ લેવલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂતે સ્ટેટ લેવલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

 

મોરબી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબેન ભૂતે રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. દેવગઢ બારિયા ખાતે એથ્લેટિક્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાજ્યકક્ષાની એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને તેમણે ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે.

આ સ્પર્ધામાં ભૂમિકાબેન ભૂતે 800 મીટર દોડ, 1500 મીટર દોડ અને 5000 મીટર (5 કિમી) દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રણેય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમની આ સિદ્ધિથી મોરબી જિલ્લા પોલીસનું ગૌરવ વધ્યું છે અને રમતગમત ક્ષેત્રે મહિલા પોલીસ કર્મચારીઓની પ્રતિભા પણ ઉજાગર થઈ છે.

ભૂમિકાબેને આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રાજ્યનું નામ રોશન કરવા માટે પૂરા પ્રયાસો કરવાની આશા વ્યક્ત કરી છે. તેમની આ સફળતા બદલ રમતગમતપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW