HomeGujaratવાંકાનેરમાં વ્યાજખોરોએ રૂ.10 લાખના 35 લાખ વસુલ કર્યા છતાં લેબર કોન્ટ્રાક્ટર મારી...

વાંકાનેરમાં વ્યાજખોરોએ રૂ.10 લાખના 35 લાખ વસુલ કર્યા છતાં લેબર કોન્ટ્રાક્ટર મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

વાંકાનેરમાં વ્યાજખોરી કરતા તત્વોનો આતંક સામે આવ્યો છે વ્યાજ ખોર દ્વારા એક લેબર કોન્ટ્રાક્ટર ને રૂ10 લાખ વ્યાજે આપ્યા બાદ તેની પાસેથી ટુકડે ટુકડે 35 લાખ કરતા પણ વધારે રકમ વસુલી લીધી હતી આ તત્વો આટલેથી ન અટકતા વધુ 15.50 લાખની ઉઘરાણી કરી હતી જે રકમ ન ચુકવતા રાજકોટ જેલમાં બંધ શખ્સ સહિત 4 શખ્સે લેબર કોન્ટ્રાકટર ને મારી નાખવાની ધમકી અપાઈ હતી બનાવ અંગે યુવાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે

 બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેરના માં વ્યાજખોરી અને ધાકધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે. મકાન બનાવવા અને લેબરના પગાર માટે રૂ.10 લાખનું ધિરાણ લેનારા સીરામિક લેબર કોન્ટ્રાક્ટર દેવેન્દ્રભાઈ બળવંતભાઈ સગરે અત્યાર સુધીમાં વ્યાજ ખોરો ને ટુકડે ટુકડે વ્યાજ સહિત કુલ રૂ35  લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં રાજકોટ જેલમાં બંધ સરફરાજ હુશેનભાઈ મકવાણા, પુનીતભાઈ, સાકીરભાઈ ઇકબાલભાઈ ઘોઘાણી અને રમજાન ઉર્ફે રમજુ સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, માર્ચ 2022 માં દેવેન્દ્રભાઈએ પોતાના બાળપણના મિત્ર સરફરાજ મકવાણા પાસેથી 10 ટકા માસિક વ્યાજે રૂ.8 લાખ લીધા હતા અને ત્યારબાદ વધુ રૂ.2  લાખનું ધિરાણ મેળવ્યું હતું. ફરિયાદી દર મહિને રૂ.1 લાખ વ્યાજ ચૂકવતા હતા. દરમિયાન સરફરાજ મર્ડર કેસમાં જેલમાં ગયો હતો, પરંતુ ઉઘરાણી ચાલુ રહી હોવાનો આક્ષેપ છે. સરફરાજના કહેવાથી પુનીતભાઈએ ઉઘરાણી સંભાળી હતી અને ફરિયાદીએ ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન લઈને તેમજ પત્નીના સોનાના દાગીના ગીરવે મૂકીને રૂ.25 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ સાકીર ઘોઘાણી અને રમજાન ઉર્ફે રમજુને ઉઘરાણી સોંપાઈ હતી, જેમાં સાકીરને વધુ રૂ8  લાખ ચૂકવ્યા હોવાનું દેવેન્છેદ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું .

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સરફરાજ મકવાણા પેરોલ પર બહાર આવ્યો ત્યારે ઢુવા ચોકડી પાસે ફરિયાદીને બોલાવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ કુલ રૂ.૩૫ લાખ વસૂલ્યા હોવા છતાં વધુ રૂ.૧૫.૫૦ લાખની માંગણી કરી ફરિયાદી અને તેમના પરિવારને ધમકાવ્યાનો આક્ષેપ છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસે સરફરાજ મકવાણા, પુનીતભાઈ, સાકીર ઘોઘાણી અને રમજાન ઉર્ફે રમજુ સામે લાગુ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,700SubscribersSubscribe

TRENDING NOW