HomeGujaratમોરબી કલેક્ટર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની...

મોરબી કલેક્ટર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરીની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરાઈ

મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીની કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર ડૉ. બિમલકુમાર પટેલ દ્વારા કચેરીમાં કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે કલેક્ટરને વિસ્તૃત માહિતી આપી હતી.

કલેક્ટરએ કચેરીમાં ઈ-સરકારની કામગીરી ઉપરાંત નોંધણી, ઓડિટ અને ઇન્સ્પેક્શન સંબંધિત કામગીરીની સમીક્ષા કરી હતી. આ સાથે આવક-જાવક રજિસ્ટર, નોંધણી રજિસ્ટર, યોજનાકીય રજિસ્ટર સહિતના વિવિધ રજિસ્ટરોની ચકાસણી કરી કચેરીની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ કચેરીમાં આવતા અરજદારોને સરળતાથી અને સમયસર સેવાઓ મળી રહે તે રીતે કામગીરી કરવા તેમજ તમામ અરજીઓનો કાયદાકીય જોગવાઈઓ અનુસાર યોગ્ય અને સમયમર્યાદામાં નિકાલ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW