HomeGujaratરફાળેશ્વર GIDCનાબંધ કારખાનામાંથી રૂ.6.21 લાખનો પેટકોક ભરેલો ટ્રક ઝડપાયો, બે ઝડપાયા

રફાળેશ્વર GIDCનાબંધ કારખાનામાંથી રૂ.6.21 લાખનો પેટકોક ભરેલો ટ્રક ઝડપાયો, બે ઝડપાયા

મોરબીમાં રફાળેશ્વર જી આઈ ડીસીમાં આવેલા એક સિરામિકના બંધ કારખાના એલસીબીની ટીમે દરોડો પાડી આધાર પુરાવા વિના સંગ્રહ કરી છુપાવી રાખેલા 34 550 કિલો ગ્રામ પેટકોકના જથ્થા સાથે એક રાજસ્થાન અને બિહાર એમ કુલ બે શખ્સને ઝડપી લીધા હતા આ ઉપરાંત સ્થળ પરથી એક ટ્રક અને રૂ 6.21 લાખના પેટકોક મળી કુલ 21.21 લાખનો મુદ્દામાલનો જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધી વધુ તપાસ હઠ ધરી છે

મોરબી જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલી સઘન ડ્રાઇવ દરમિયાન એક મોટી સફળતા મળી છે. મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ જીઓ ગ્રેસ પાછળના મીલો ટાઇલ્સ-કાઉન્ટ સીરામીકના જૂના બંધ કારખાનામાં કોલસાના ડેલામાંથી ચોરી કે છળકપટ પૂર્વક મેળવેલા ઇમ્પોર્ટેડ પેટકોક (કોલસો)નો મોટો જથ્થો ઝડપાયા છે. પોલીસે રૂ. 6,21,000 ની કિંમતનો 34,550 કિગ્રા પેટકોક અને રૂ. 15 કિંમતનો ટાટા ટ્રક સહિત કુલ રૂ. 21,21,000 નો મુદામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન આરોપીઓ કોલસાના આધારભૂત બિલ કે પુરાવા રજૂ ન કરી શકાતા, આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલ હોવાની આશંકાએ. આ મામલે પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને બન્ને આરોપી અને BNSS ની કલમ 105 (1) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં મહેન્દ્ર બાબુલલાલ મેઘવાલ (ઉ.વ.38, રહે. નાડસર, તા. ભોપાલગઢ, જી. જોધપુર, રાજસ્થાન) અને સોનુકુમાર ઉમેશચંદ્ર વર્મા (ઉ.વ.26, રહે. બબુરા થાના, કોઇલીવડ, જી. આરા, બિહાર) નામના બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ કામગીરી એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, પેરોલ સ્કવોડના પીએસઆઈ વી.જી. માલાણી તથા એલ.સી.બી./પેરોલ સ્ટાફના અસિયાફભાઈ ચાણકીયા, જયસુખભાઈ વસીયાણી, શક્તિસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW