મોરબીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અજંતા ઓરેવા ગ્રુપના સદ્ગત ઉદ્યોગપતિ પ્રવિણભાઈ ભાલોડિયાના નિવાસસ્થાને પહોંચીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વ. પ્રવિણભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પ્રવિણભાઈના પુત્રો નેવિલભાઈ અને હિમાંશુભાઈ ભાલોડિયા તેમજ ભાઈ જયસુખભાઈ સહિતના પરિવારજનો સાથે મુલાકાત કરી દુઃખની ઘડીમાં સાંત્વના આપી હતી. સાથે જ મોરબીના ઔદ્યોગિક વિકાસ અને સમાજસેવાના ક્ષેત્રે સ્વ. પ્રવિણભાઈએ આપેલા યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરિયા, ત્રિકમભાઈ છાંગા, કાંતિલાલ અમૃતિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો પ્રકાશભાઈ વરમોરા અને દુર્લભજીભાઈ દેથરિયા સહિતના આગેવાનો અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
