HomeGujaratમોરબીમાં વર્લી ફીચરનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

મોરબીમાં વર્લી ફીચરનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

મોરબી શહેરમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખીને જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે વીસીપરા મેઈન રોડ પર પ્રજાપત કારખાના પાસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સાજીદભાઈ ઉર્ફે બગી અબ્દુલભાઈ સુમરા, જે વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટી ખાતે રહે છે, તેને જાહેરમાં આવતા-જતા લોકો પાસેથી વર્લી ફીચરના આંકડા લખી પૈસાની લેતી-દેતી કરી હારજીતનો જુગાર રમાડતા ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી કાગળની બે ચીઠ્ઠી, એક બોલપેન અને રોકડા ૭૪૦ રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે જુગારધારા કલમ ૧૨(અ) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW