હજુ લોકો દિવાળી પર્વની મજા માણીને કામ ધંધે નથી લાગ્યા ત્યાં જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે. ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા અને તાજાના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો છે.આવતીકાલ (12 નવેમ્બરથી) અમૂલ ગોલ્ડના અડધા લિટર પાઉચના 35ના બદલે 37 રૂપિયા અને અમૂલ તાજાના અડધો લિટર પાઉચના 29ના બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. મહત્વનું છે કે, ગોલ્ડ અને તાજા સિવાયની અમૂલની અન્ય પ્રોડક્ટના ભાવ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા 6 મહિનામાં ફરી અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ પહેલાં મે, 2026માં વધારો કર્યો હતો. અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા (3.3 %) અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર રૂ. 4 (5.5%)નો ભાવ વધારો કરાયો છે. નવો ભાવ 12 નવેમ્બરથી જ લાગુ થઈ જશે.માં કોઈ વધારો કરાયો નથી.અમૂલ બ્રાન્ડની મુખ્ય કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં ઝડપી વધારો થવાને કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે લીલા અને સૂકા ચારા, પશુ આહારમાં ઉપયોગમાં લેવાતો ખોળ, મકાઈ અને ગોળની રસી (શીરા)ના ભાવ વધ્યા છે. આ સિવાય દૂધના પેકેજિંગમાં વપરાતી ફિલ્મ અને બળતણ પણ મોંઘું થયું છે.
ગુજરાત અને દેશના ઘણા ભાગોમાં ઓછો અને અનિયમિત વરસાદ થવાને કારણે પરિસ્થિતિ પડકારજનક છે. આવી સ્થિતિમાં દૂધ ઉત્પાદકોને શ્રેષ્ઠ ભાવ આપવા અને મુશ્કેલ સમયમાં તેમને સાથ આપવા માટે ઉપભોક્તાઓ માટે દૂધના ભાવ વધારવા જરૂરી બની ગયા હતા.
ફુલ ક્રીમ મિલ્ક: આમાં ફેટનું પ્રમાણ સૌથી વધુ (ઓછામાં ઓછું 6%) હોય છે. તે વધુ ઘટ્ટ અને પોષણથી ભરપૂર માનવામાં આવે છે.
ટોન્ડ મિલ્ક: હોલ મિલ્ક (ફુલ ક્રીમ)માં સ્કિમ્ડ મિલ્ક અને પાણી ઉમેરીને આ તૈયાર કરવામાં આવે છે, જેથી ફેટની ટકાવારી ઘટાડીને લગભગ 3% સુધી લાવી શકાય.
ડબલ ટોન્ડ મિલ્ક: આમાં ફેટનું પ્રમાણ વધુ ઘટાડીને લગભગ 1.5% કરી દેવામાં આવે છે. ઓછી કેલરી વાળી ડાયેટ પસંદ કરનારા લોકો માટે આ યોગ્ય છે.
બલ્ક ટોન્ડ મિલ્ક: આ મધર ડેરીના વેન્ડિંગ બૂથ પર પાઉચ વગર સીધું મળતું ટોન્ડ દૂધ હોય છે.


