HomeGujaratમોરબીમાં સામાન્ય બોલાચાલી બાદ યુવક પર છરી અને ધોકાથી હુમલો

મોરબીમાં સામાન્ય બોલાચાલી બાદ યુવક પર છરી અને ધોકાથી હુમલો

મોરબી શહેરમાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવક પર છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, મોરબીના લખધીરવાસ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા કિશનભાઈ રમણીકભાઈ પનારા (ઉંમર વર્ષ 30)એ શનાળા ગામના યશરાજસિંહ આનંદસિંહ રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી શેરીમાં ગાળો બોલી રહ્યો હતો. જેથી કિશનભાઈએ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, લાકડાના ધોકા વડે ફરિયાદીના માથામાં બે ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW