HomeGujaratદોઢ-બે ઇંચ વરસાદે મનપાના પ્રી-મોન્સૂન દાવાની ખોલી પોલ, હોસ્પિટલ ઝોનમાં ગંદકીથી રોગચાળાનો...

દોઢ-બે ઇંચ વરસાદે મનપાના પ્રી-મોન્સૂન દાવાની ખોલી પોલ, હોસ્પિટલ ઝોનમાં ગંદકીથી રોગચાળાનો ભય

મોરબી શહેરમાં પડેલા દોઢથી બે ઇંચ જેટલા વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ સાવસર પ્લોટ અને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારની સામે આવી છે, જ્યાં હોસ્પિટલોની આસપાસ વરસાદી પાણી સાથે કચરો અને ગંદકીના ઢગલા જોવા મળતા દુર્ગંધ ફેલાઈ રહી છે. હોસ્પિટલ ઝોનમાં ગંદકીના કારણે ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.

સ્થાનિક રહીશો અને દર્દીઓના સગાઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જ્યાં લોકો સારવાર માટે આવે છે, તે જ વિસ્તારમાં ગંદકી અને પાણી ભરાવાની સ્થિતિ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં દર્દીઓ અને સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.

ચોમાસાની શરૂઆતમાં જ શહેરની ડ્રેનેજ વ્યવસ્થાની નબળી સ્થિતિ સામે આવતા મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ, સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારો કરી રોગચાળો ફેલાય તે પહેલાં અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW