HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, મહિલા સહિત 6 જુગારીઓ ઝડપાયા

મોરબીમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, મહિલા સહિત 6 જુગારીઓ ઝડપાયા

મોરબી શહેરના ભડિયાદ કાંટા વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામ પર સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી એક મહિલા સહિત છ જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ. 58,300નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સિટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે ભડિયાદ કાંટા પાસે ડીલક્ષ પાન સામે આવેલા હિતેષભાઈ ત્રિવેદીના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતા છ વ્યક્તિઓ ઝડપાઈ આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં હિતેષભાઈ અતુલભાઈ ત્રિવેદી, જતીનભાઈ દિનેશભાઈ ઝંઝવાડીયા, સાહિલભાઈ કરીમભાઈ નાથાણી, સીરાજભાઈ ઉર્ફે દુખી અમીરઅલીભાઈ પોપટીયા, અરવિંદભાઈ ઉર્ફે ભુરો અજુભાઈ સોમાણી તેમજ યાસમીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણિયાનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. 58,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW