વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવશે. 11 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. 10 દિવસ બાદ ફરી એકવાર વડાપ્રધાનની 2 દિવસની ગુજરાત મુલાકાત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ જામનગર અથવા રાજકોટ ખાતે કરશે. જામનગરના જામકંડોળામાં વડાપ્રધાન સંબોધન કરશે. સૌરાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રમ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતના 2 દિવસના પ્રવાસે હતા દરમિયાન, પીએમ મોદીએ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી, અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના મેટ્રો રૂટને લીલીઝંડી દેખાડી હતી

