HomeGujaratટંકારાના ઘુનડામાં જુગાર રમતા છ જુગારી ઝડપાયા

ટંકારાના ઘુનડામાં જુગાર રમતા છ જુગારી ઝડપાયા

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘુનડા ગામમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયાં રામ મંદિર નજીક આવેલી શેરીમાં કેટલાક વ્યક્તિઓ તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાનું જાણવા મળતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી.

દરોડા દરમિયાન વજીરભાઈ સજરૂદીનભાઈ બખતરીયા (ઉ.વ. 57), દુર્લભજીભાઈ નરશીભાઈ પંચાસરા (ઉ.વ. 45), ઘનશ્યામભાઈ મોહનભાઈ બાવરવા (ઉ.વ. 46), મુકેશભાઈ દેવશીભાઈ ચૌહાણ (ઉ.વ. 48), રામભાઈ સનાભાઈ અજાણા (ઉ.વ. 35) અને મહેશભાઈ જયંતિભાઈ થરેસા (ઉ.વ. 42) નામના છ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા. તમામ આરોપીઓ ઘુનડા (સજ્જનપર) ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સ્થળ પરથી રૂ. 10,300ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW