વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને તા. ૧૯/૧૧/૨૦૨૬ ના રોજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાગૃતિના હેતુસર વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ દિવસે તા. ૧૯/૧૧/૨૦૨૬ થી તા. ૧૦/૧૨/૨૦૨૬ સુધી ચાલનારા ‘સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય’ અભિયાનનો ઉત્સાહભેર શુભારંભ કરવામાં આવ્યો હતો.
અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વ્યક્તિગત તથા સામુહિક શૌચાલયોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન શૌચાલયોની સાફ-સફાઈ અને સુશોભનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામજનોને શૌચાલયોના નિયમિત ઉપયોગ, જાળવણી અને સ્વચ્છતાના મહત્વ અંગે સવિસ્તર સમજૂત કરવામાં આવ્યા હતા, જેથી ગ્રામ્ય સ્તરે સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણ વધુ સુદ્રઢ બને.


