HomeGujaratમોરબીમાં પ્રેમસંબંધની અદાવતમાં યુવક પર ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ: બિહારના...

મોરબીમાં પ્રેમસંબંધની અદાવતમાં યુવક પર ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ: બિહારના 4 આરોપીઓ ઝડપાયા

મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં આવેલી ઓરિએન્ટલ બેંક નજીકની શેરીમાં પ્રેમસંબંધને લઈને થયેલી અદાવત હિંસક રૂપ ધારણ કરતાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ રિવોલ્વર જેવી ઘાતક હથિયારથી ફાયરિંગ કરીને યુવકને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોરબી એલસીબી અને સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી કે, ગુનામાં સંડોવાયેલા શખ્સો લઘધીરપુર રોડ પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં છુપાયા છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો અને થોડા જ સમયમાં ચારેય આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

પકડાયેલા આરોપીઓમાં નિરંજનભાઈ તિલકપ્રસાદ બિંદ અને હિમાંશુભાઈ નિરંજનભાઈ બિંદ, બંને પાવન પાર્ક સોસાયટી, મોરબી-2 ખાતે રહેતા અને મૂળ બિહારના વતની છે. ઉપરાંત ચંદનભાઈ મહેશભાઈ જમાદાર, રહે. બેલા-રંગપર (મૂળ બિહાર) તેમજ મોહનભાઈ અનુજભાઈ બિંદ, રહે. લઘધીરપુર રોડ (મૂળ બિહાર)નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે, પ્રેમસંબંધને લઈને મનદુઃખ અને અદાવત રાખીને આરોપીઓએ યુવક પર હુમલો કર્યો હતો તેમજ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે ચારેય આરોપીઓ સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW