HomeGujaratમોરબી જિલ્લામાં 142 નવી આંગણવાડીઓના નિર્માણથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસને વેગ

મોરબી જિલ્લામાં 142 નવી આંગણવાડીઓના નિર્માણથી આધુનિક સુવિધાઓ સાથે વિકાસને વેગ

નાના ભૂલકાંઓના સર્વાંગી વિકાસ, પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો મજબૂત પાયો આંગણવાડી કેન્દ્રોથી રચાય છે. મોરબી જિલ્લામાં બાળકોને આ સેવાઓ સ્વચ્છ, સુવિધાયુક્ત અને આધુનિક વાતાવરણમાં મળી રહે તે માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન અને સંવેદનશીલ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ જ દિશામાં મોરબી જિલ્લામાં કુલ 142 નવી આંગણવાડી કેન્દ્રો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી બાળકોના શિક્ષણ અને પોષણની વ્યવસ્થાને નવી ઊંચાઈ મળશે.

મોરબી જિલ્લામાં હાલ ભાડાના તથા અન્ય મકાનોમાં ચાલતા કુલ 231 આંગણવાડી કેન્દ્રો પૈકી જ્યાં જમીન ઉપલબ્ધ છે તેવા 142 કેન્દ્રોનું વર્ષ 2026-27માં નવું બાંધકામ કરવાનું સુઆયોજિત આયોજન કરાયું છે. આ પૈકી સરકાર દ્વારા 33 આંગણવાડી કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર રૂ.16 લાખ લેખે કુલ રૂ. 5.28 કરોડ તેમજ 23 આંગણવાડી કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર રૂ. 18 લાખ લેખે કુલ રૂ. 4.14કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત GSPC અંતર્ગત 30 કેન્દ્રો અને મોડ્યુલર આંગણવાડી યોજના હેઠળ 35 કેન્દ્રો મંજૂર કરાયા છે. સાથોસાથ જિલ્લા કક્ષાએ DMF યોજના અંતર્ગત 10 આંગણવાડી કેન્દ્રો માટે રૂ. 1.60 કરોડ તથા જિલ્લા કક્ષાએ વિવિધ યોજનાઓ હેઠળ 11 આંગણવાડી કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે.

નવા બાંધકામની સાથે-સાથે કાર્યરત કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત અને આધુનિક બનાવવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. મોરબી જિલ્લાની 115 આંગણવાડીઓના રિનોવેશન તથા આધુનિક આંગણવાડી તરીકે વિકસાવવા માટે રાજ્ય કક્ષાએથી રૂ. 2.30 કરોડ અને જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી રૂ. 1 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. વધુમાં, વર્ષ 2026-27માં જિલ્લાની આંગણવાડીઓને સુવિધાયુક્ત બનાવવા જિલ્લા કક્ષાની DMF યોજના હેઠળ 208 વિવિધ કામો માટે રૂ. 3.56 કરોડની રકમ મંજૂર થઈ છે. આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર દ્વારા મોરબી જિલ્લામાં આંગણવાડી માટે 5 નવી જમીનના હુકમ કરવામાં આવ્યા છે અને અન્ય સ્થળોએ જમીન ફાળવવાની કામગીરી પણ પ્રગતિમાં છે.

મોરબી જિલ્લામાં આંગણવાડીઓના નવા બાંધકામ, નવીનીકરણ અને સુવિધા વિસ્તરણના આ તમામ કામો હાલ ઝડપથી પ્રગતિ હેઠળ છે. આવનાર સમયમાં બાકી રહેલા કેન્દ્રોમાં પણ બાળકોને સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક માહોલમાં પોષણ અને શિક્ષણ મળી રહે તે માટે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,790SubscribersSubscribe

TRENDING NOW