સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ મોરબી જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ ગીતાબેન દુબરિયાના અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર માહોલમાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો, વિવિધ સમિતિઓની રચના અને લોકપ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વિવિધ સમિતિઓની કરાઈ રચના
નવનિયુક્ત પ્રમુખ ગીતાબેન દુબરિયાની અધ્યક્ષતામાં મળેલી આ પ્રથમ સભામાં જિલ્લા પંચાયતની મુખ્ય સમિતિઓની રચના કરવામાં આવી હતી.
સ્થાનિક પ્રશ્નો અને ખેડૂતોના હિતમાં મહત્વનો ઠરાવ
સામાન્ય સભા દરમિયાન મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ અને પ્રાણપ્રશ્નો અંગે ગંભીર ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યત્વે:
નદી-વોકળાની સફાઈ: મોરબીના ગ્રામ્ય પંથકમાં આવેલા વોકળા અને નદીઓની સફાઈની કામગીરી ઝડપથી હાથ ધરવા બાબતે ચર્ચા થઈ હતી.
રોડ-રસ્તાના પ્રશ્નો: વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના રોડના પ્રશ્ન અંગે યોગ્ય નિકાલ લાવવાની રજૂઆત કરાઈ હતી.
વાંકાનેરના સદસ્ય દ્વારા ખેડૂતોને સહાય માટે ઓન લાઇન અરજીનું આઈ ખેડૂત પોર્ટલ માર્ચ મહિનામાં શરૂ થાય છે અને જૂન મહિનામાં અરજી મંજૂર થાય છે આવી સ્થિતિમાં ચોમાસુ શરૂ થઈ ગયા પછી સહાય મંજુર થતી હોય જેથી ખેડૂતો ફેન્સિંગ કે ટ્રેક્ટર જેવા સાધનો સમયાસર ખરીદી શકતા નથી તેથી આ પોર્ટલ ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવે
ખેડૂતોને વળતર અંગેનો ઐતિહાસિક ઠરાવ: મોરબી જિલ્લામાંથી પસાર થતી હેવી વીજ લાઇનને કારણે સ્થાનિક ખેડૂતોના પાક અને જમીનને મોટા પાયે નુકસાન થાય છે. આ નુકસાની સામે સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર મળે તે માટે પ્રમુખ ગીતાબેન દ્વારા એક વિશેષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને ભાજપ અને કોંગ્રેસના તમામ સદસ્યોએ પક્ષભેદ ભૂલીને સર્વસંમતિથી મંજૂર (બહાલ) કર્યો હતો. આ અંગેનો ઠરાવ આગળની કાર્યવાહી માટે જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારને મોકલવા નિર્ણય લેવાયો છે.
મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
આ પ્રથમ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને નવનિયુક્ત સભ્યો ઉપરાંત ખાસ આમંત્રિત તરીકે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
**વિવિધ ૮ સમિતિઓની રચના**
**૧. કારોબારી સમિતિ**
* મનીષકુમાર અનિલભાઈ કાંજિયા– ચેરમેન
* અશ્વિનભાઈ ચંદુલાલ ડાંગર – સભ્ય
* ભગવતીબેન ગીરીશભાઈ લકુમ – સભ્ય
* સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા – સભ્ય
* જાગૃતિબેન દિનેશભાઈ વાઘરીયા – સભ્ય
* માવજીભાઈ કચરાભાઈ માકાસણા – સભ્ય
* દક્ષાબેન ચંદુભાઈ લાવડીયા – સભ્ય
**૨. શિક્ષણ સમિતિ**
* રીંકલબેન વિરલભાઈ અઘેરા – ચેરમેન
* ગીતાબેન રમેશભાઈ દુબરીયા – સભ્ય
* સંદીપ ગોરધનભાઈ કુંવરીયા – સભ્ય
* રમણીકભાઈ અરજણભાઈ મકવાણા – સભ્ય
* દક્ષાબેન ચંદુભાઈ લાવડીયા – સભ્ય
* સુનીલભાઈ રતિલાલભાઈ પરમાર – કો.ઓ. સભ્ય
* પ્રફુલ્લાબેન કિરીટભાઈ મેરજા – કો.ઓ. સભ્ય
**૩. સામાજિક ન્યાય સમિતિ**
* જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ – ચેરમેન
* રમણીકભાઈ અરજણભાઈ મકવાણા – સભ્ય
* ગીતાબેન રમેશભાઈ દુબરીયા – સભ્ય
* શારદાબેન કેશવજીભાઈ ઝાલા – કો.ઓ. સભ્ય
* કાળાભાઈ ગોકુળભાઈ મકવાણા – કો.ઓ. સભ્ય
**૪. જાહેર આરોગ્ય સમિતિ**
* ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડીયા – ચેરમેન
* સંદીપ ગોરધનભાઈ કુંવરીયા – સભ્ય
* સવિતાબેન લાલજીભાઈ રાઠોડ – સભ્ય
**૫. જાહેર બાંધકામ સમિતિ**
* જાગૃતિબેન દિનેશભાઈ વાઘરીયા – ચેરમેન
* અશ્વિનભાઈ ચંદુલાલ ડાંગર – સભ્ય
* દક્ષાબેન ભરતભાઈ ગણેશીયા – સભ્ય
**૬. ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ**
* દક્ષાબેન ભરતભાઈ ગણેશીયા – ચેરમેન
* સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા – સભ્ય
* માવજીભાઈ કચરાભાઈ માકાસણા – સભ્ય
૭. મહિલા અને બાળ વિકાસ અને યુવાપ્રવૃત્તિ સમિતિ
રંજનબેન ગૌતમભાઈ હડીયલ – ચેરમેન
સવિતાબેન લાલજીભાઈ રાઠોડ – સભ્ય
કાજલબેન ભરતભાઈ વિઠલાપરા – સભ્ય
૮. અપીલ સમિતિ
ગીતાબેન રમેશભાઈ દુબરીયા – ચેરમેન
મનીષકુમાર અનિલભાઈ કાંજિયા – સભ્ય
વિપુલભાઈ કરશનભાઈ ગરચર – સભ્ય

