વાંકાનેરના સરતાનપર રોડ નજીક રહેતા અને મૂળ એમપીના વતની પ્રિન્સસિંહ તીલકધારીસિંહ નામનો યુવક જુબી લુડો નામની ઓનલાઈન ગેમમાં રૂ. 40 હજાર હારી જતા ટેન્શનમાં આવી જતા ગત તા. 23/01/2025ના રોજ ઢુંવા ચોકડીના પુલ નીચે ઉંદર મારવાની દવા પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે જબલપુર મધ્યપ્રદેશ લઈ જવામાં આવતા તા.12 ફેબ્રુઆરીના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.