HomeGujaratમોરબી-વાંકાનેર હાઈવે રોડ પર ઓરડીમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો,રૂ. 1.95 લાખનો મુદ્દામાલ...

મોરબી-વાંકાનેર હાઈવે રોડ પર ઓરડીમાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો,રૂ. 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી એલ.સી.બી. તેમજ પેરોલ-ફર્લો સ્ક્વોડનો સ્ટાફ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હોય ત્યારે સ્ટાફને સંયુક્ત રીતે ખાનગી માહિતી મળી કે, સતીષ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા, રહે. મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર રિઝન્ટા હોટલ પાસે સરાણીયાના ઝુપડાવાળા વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે.

આ માહિતીના આધારે પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી. રેઇડ દરમિયાન આરોપીના મકાનની ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂની નાની-મોટી 450 બોટલો, કિંમત રૂ. 1,74,460 તથા 96 બીયરના ટીન, કિંમત રૂ. 21,120 મળી આવ્યા. આમ કુલ રૂ. 1,95,580નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

આ મામલે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી સતીષ ઉર્ફે રઘુ તેજાભાઈ સરાણીયા વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW