HomeGujaratહળવદ: રાત્રે વોકિંગ કરવા નીકળેલા દંપતીને ગાળો આપી શખ્સ બે તલવાર સાથે...

હળવદ: રાત્રે વોકિંગ કરવા નીકળેલા દંપતીને ગાળો આપી શખ્સ બે તલવાર સાથે ધસી આવ્યો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદના લક્ષ્મીનારાયણ ચોક વિસ્તારમાં આવેલ પારેખ ફળીયામાં રહેતા અભિષેકભાઈ સુભાષભાઈ જોષી દ્વારા કણબીપરા વિસ્તારમાં રહેતા ગૌતમ ગોઠી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ, તા. 21એપ્રિલની રાત્રે આશરે સાડા દસ વાગ્યાના સમયે ફરિયાદી અભિષેકભાઇ તેના પત્ની સાથે શેરીમાં વોકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ગૌતમ ગોઠી મોટરસાયકલ પર આવી અશ્લીલ ગાળો બોલતો હતો. ફરિયાદીએ તેને ગાળો ન બોલવા જણાવ્યું હતું, જેના કારણે આરોપી ઉશ્કેરાઈ ગયો અને પોતાનું નામ કહી ધમકીભર્યું વર્તન કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીની પત્નીએ મામલો શાંત પાડીને બંનેને ઘરે લઈ ગયા હતા.

ફરિયાદ મુજબ, ઘટનાના અંદાજે દસ મિનિટ બાદ આરોપી ગૌતમ ગોઠી બે તલવાર સાથે ફરી ફરિયાદીની શેરીમાં આવી પહોંચ્યો હતો અને ગાળો બાબતે બોલશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈને અભિષેકભાઈ જોષીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW