મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ હકીકતના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર માસથી ફરાર મહેશભાઈ ઉર્ફે મચ્છો દાનાભાઈ જારીયા (રહે. રવાપર ગામ, રામજી મંદિરવાળી શેરી, મોરબી) રવાપર ગામમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તેને ઝડપી પાડ્યો હતો.
આરોપીને ઝડપી પાડી મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
