HomeGujaratમોરબીના માનસરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી થતા ગ્રામ પંચાયત લાલઘુમ, કાર્યવાહીની માગ

મોરબીના માનસરમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી થતા ગ્રામ પંચાયત લાલઘુમ, કાર્યવાહીની માગ

મોરબી જિલ્લાનાં વિવિધ ગામ  હોય કે શહેરી વિસ્તાર ,ઔદ્યોગિક વિસ્તાર હોય રહેણાંક ઠેર ઠેર દેશીદારૂનું દુષણ વધી રહ્યું છે. આ દુષણના કારણે અનેક પરિવાર બીમારી અને ગરીબી ખાઈમાં ધકેલાઈ રહ્યા છે બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા આવા તત્વો સામે કડક હાથે પગલા લેવામાં આવતા હોવાના દાવા કરવામાં આવે છે પોલીસના દાવા પ્રતિદાવા વચ્ચે મોરબી તાલુકાના માનસર ગામમાંથી દેશી દારૂનું દુષણ સામે આવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. જૂના માનસર ગામ માં મચ્છુ નદીના કાંઠે કેટલાક તત્વો દ્વારા દેશીદારૂ ની ભઠ્ઠી શરુ કરી હોવાની અને આખી રાત દારૂ બનાવવામાં આવે છે સવાર પડતા દારૂનો માલ લઇ નીકળી જતા હોય છે આવા વિડીયો પણ ગ્રામજનો પાસે હોવાના દાવા સાથે મોરબી તાલુકા પોલીસ ને ફરિયાદ કરવામાં આવી છે અને આવા દારૂના અડ્ડા ચલાવતા તતત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,820SubscribersSubscribe

TRENDING NOW