મોરબી શહેરનો સતત વિસ્તાર અને વસ્તી વધવાની સાથે મહાનગરપાલિકામાં આસપાસના ગામોનો સમાવેશ થતા શહેરમાં સુલભ અને સસ્તી જાહેર પરિવહન વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરબી શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવા અને ચાર મુખ્ય રૂટ પર બસ દોડાવવા અંગે હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે ડી બાવરવા એ મોરબી મનપા ના મેયરને રજૂઆત કરી છે જેમાં તેઓએ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં શહેરના નાગરિકોને બજાર, હોસ્પિટલ, સરકારી કચેરીઓ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને રહેણાંક વિસ્તારોમાં અવરજવર માટે રિક્ષા કે અન્ય ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડે છે. ઘણા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં વાહનો ન મળતા નાગરિકોના સમય અને નાણાનો બિનજરૂરી વ્યય થાય છે.
પ્રસ્તાવિત સીટી બસ રૂટ્સ
-
રૂટ – ૧: શાક માર્કેટ → નરસંગ મંદિર → રવાપર ચોકડી → અવની ચોકડી → ઉમિયા સર્કલ → નવું બસ સ્ટેશન → અયોધ્યાપુરી રોડ → રેલવે સ્ટેશન → શાક માર્કેટ.
-
રૂટ – ૨: કલેક્ટર કચેરી → બાપુ બાવલું → નગર દરવાજો → નવું બસ સ્ટેશન → ઉમિયા સર્કલ → રવાપર ચોકડી → નરસંગ મંદિર → નગરપાલિકા → કલેક્ટર કચેરી.
-
રૂટ – ૩: વાવડી ગામથી મહેન્દ્રનગર, ત્રાજપર, લાલપર, ભડિયાદ અને નવા-જૂના બસ સ્ટેન્ડ થઈને વાવડી.
-
રૂટ – ૪: સનાલાથી અમરેલી.
નાગરિકોને થનારા સંભવિત લાભ
આ રૂટો પર સીટી બસ સેવા શરૂ થવાથી શહેરના મુખ્ય વિસ્તારો એકબીજા સાથે જોડાશે જેનો લાભ શહેરીજનોને થશે
-
વડીલો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, શ્રમિકો અને સામાન્ય વર્ગના નાગરિકોને સસ્તી, સરળ અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે.
-
દૈનિક અવરજવરમાં સમય અને ખર્ચની બચત થશે.
-
ખાનગી વાહનોનો ઉપયોગ ઘટતા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું કરવામાં મદદ મળશે.
-
