HomeGujaratમોરબીની વિશ્વાસ એક્સપોર્ટ કંપનીમાં એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 5 જગ્યાઓ માટે ભરતી

મોરબીની વિશ્વાસ એક્સપોર્ટ કંપનીમાં એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 5 જગ્યાઓ માટે ભરતી

મોરબીમાં રોજગારીની શોધ કરી રહેલા યુવક-યુવતીઓ માટે નોકરીની તક ઉપલબ્ધ થઈ છે. મોરબીના લાલપર સ્થિત વિશ્વાસ એક્સપોર્ટ (VISHWAS EXPORT) કંપની દ્વારા એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની કુલ 5 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કંપની દ્વારા પુરુષ અને મહિલા બંને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ પદ માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે તેમજ ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉમેદવારમાં સારી કોમ્યુનિકેશન સ્કિલ્સ અને અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ હોવું જરૂરી છે.

પસંદગી પામનાર ઉમેદવારોને લાયકાત અને અનુભવના આધારે માસિક રૂ. 15,000થી રૂ. 50,000 સુધીનો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત દર રવિવારે સાપ્તાહિક રજા તેમજ કંપની તરફથી મફત લંચની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. નોકરીનું સ્થળ S1, ઈશાન સિરામિક ઝોન, સેકન્ડ ફ્લોર, શક્તિ ચેમ્બર-2 સામે, લાલપર, મોરબી ખાતે આવેલું છે.

નોકરી માટે ઇચ્છુક અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો વધુ માહિતી તથા ભરતી અંગેની વિગતો મેળવવા માટે સંપર્ક વ્યક્તિ જિશનનો મોબાઈલ નંબર 96386 91600 પર સંપર્ક કરી શકે છે અથવા shweta@vishwasexport.com પર પોતાનો બાયોડેટા ઈમેઇલ કરી શકે છે. સંપર્ક કરવાનો સમય સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.

મોરબીમાં નોકરીની શોધ કરી રહેલા લાયક ઉમેદવારો માટે આ એક સારી રોજગારીની તક બની શકે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW