માળિયા તાલુકાના સરવડ માં રહેતા વાળંદ કામ કરતા ચિરાગ અશોકભાઈ અઘારા નામના યુવાન સોનગઢ ખાતે પરિવાર સાથે એક હોટલમાં જમવા ગયો હતો તે દરમિયાન તેનાં મોબાઈલમાં રહેલા સોફ્ટવેર અચાનક અપડેટ થવા લાગ્યા હતા જોકે સીસ્ટમ અપડેટ બાબતે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું પણ બે ત્રણ દિવસ બાદ જયારે ચિરાગભાઈએ લાઈટ બીલ ભરવા ઓનલાઈન પેમેન્ટ પ્રોસેસ કરી ત્યારે તેમના ખાતામાં પુરતી બેલેન્સ ન હોવાનો મેસેજ આવ્યો હતો જેથી તેની તપાસ કરતા અગાઉ તેના ખાતામાંથી અલગ અલગ સમયે એક 96 હજાર અને એક 80 હજાર એમ બે ટ્રાંજેક્શન થયા હતા જેની તપાસ કરતા આ રકમ ઓનલાઈન ફ્રોડ થી થયા હોવાની જાણ થતા ચિરાગભાઈએ પ્રથમ સાઈબર ફ્રોડ હેલ્પ લાઈન નંબર 1930 પર અરજી કરી હતી જેના આધારે તપાસ માળિયા પોલીસ મથક સુધી પહોચતા માળિયા મીયાણા પોલીસે આ અંગે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે


