HomeGujaratટંકારામાં ઓનલાઈન ખરીદીના ઓર્ડર કેન્સલના બહાને મોબાઈલ હેક કરી મહિલાના ખાતામાંથી રૂ....

ટંકારામાં ઓનલાઈન ખરીદીના ઓર્ડર કેન્સલના બહાને મોબાઈલ હેક કરી મહિલાના ખાતામાંથી રૂ. 95,000ની ઠગાઈ

ટંકારા તાલુકામાં ઓનલાઈન ખરીદીના બહાને સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. મંત્રા એપ્લિકેશન પરથી ખરીદી કરનાર મહિલાને ઓર્ડર કેન્સલ થયો હોવાનું જણાવી ગઠિયાએ વોટ્સએપ પર APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી લીધો હતો. ત્યારબાદ મહિલાના બેંક ખાતામાંથી તેમની જાણ બહાર રૂ. 95,000ની રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા 25 વર્ષીય શીતલબેન વિશાલભાઈ કગથરાએ મંત્રા એપ્લિકેશન મારફતે વસ્તુનો ઓર્ડર આપ્યો હતો. દરમિયાન ગત તા. 29 સપ્ટેમ્બર, 2026ના રોજ એક અજાણ્યા શખ્સે ફોન કરીને તેમનો ઓર્ડર કેન્સલ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આ બહાને મહિલાનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ આરોપીએ વોટ્સએપ મારફતે PDF સ્વરૂપમાં APK ફાઈલ મોકલી હતી.

મહિલાએ આ ફાઈલ ખોલ્યા બાદ ગઠિયાએ તેમના મોબાઈલ ફોનને હેક કરી લીધો હતો. ત્યારબાદ મહિલાની જાણ કે મંજૂરી વિના તેમના બેંક ખાતામાંથી રૂ. 95,000ની રકમ ઇન્ડિયન ઓવરસીઝ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોબાઈલ ધારક અને સંબંધિત બેંક ખાતાધારક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) તથા આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW