HomeGujaratમાળીયાના ચિખલી રણમાં SMCનો દરોડો: રૂ.4.12 લાખનો દેશી દારૂ જપ્ત

માળીયાના ચિખલી રણમાં SMCનો દરોડો: રૂ.4.12 લાખનો દેશી દારૂ જપ્ત

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના ચિખલી રણ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાના સ્થળે ગઈકાલના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં 750 લીટર દેશી દારૂ અને 9,400 લીટર દારૂ બનાવવાનો વોશ સહિત કુલ રૂ.4,12,750નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે, દરોડા દરમિયાન બે આરોપીઓ હાજર મળી આવ્યા ન હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમે માળીયા મીયાણા તાલુકાના ચિખલી રણ વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી રૂ.1.50 લાખની કિંમતનો 750 લીટર દેશી દારૂ અને રૂ.2.35 લાખની કિંમતનો 9,400 લીટર દારૂ ગાળવાનો વોશ મળી આવ્યો હતો.

આ ઉપરાંત દારૂ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા ત્રણ મોટર પંખા, એક સોલર પ્લેટ, બેટરી, ઇલેક્ટ્રિક મોટર, લાટાના 35 બોક્સ, દારૂ માપવાનું ડ્રિગી મીટર, પ્લાસ્ટિકની ત્રણ પાઇપ, પાવર સપ્લાય બોક્સ સહિતનો અન્ય સામાન પણ પોલીસે કબજે કર્યો હતો. આમ, દારૂ અને સાધનસામગ્રી મળી કુલ રૂ.4,12,750નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ દરોડા દરમિયાન હાજર ન મળી આવેલા કાસમ અબ્દુલ સામતાણી (રહે. ચીખલી, તા. માળીયા) અને શાહરૂખ ફિરોઝભાઈ પઠાણ (રહે. મોરબી) સામે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E)(F) અને 81 મુજબ ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW