HomeGujaratમોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા 19 નવેમ્બરે ટંકારા ITI ખાતે યોજાશે રોજગાર...

મોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા 19 નવેમ્બરે ટંકારા ITI ખાતે યોજાશે રોજગાર ભરતી મેળો

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા 19/11/2026ના રોજ સમય સવારે 11 કલાકે ટંકારા આઈ.ટી.આઈ, રામદેવ પીરના મંદીરની બાજુમાં રાજકોટ-મોરબી હાઇવે, ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએસસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.

રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW