HomeGujaratમોરબીના પંચાસર ખાતે શ્રી શક્તિ માતાજીના 951મા જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી અને માંડવાનું...

મોરબીના પંચાસર ખાતે શ્રી શક્તિ માતાજીના 951મા જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી અને માંડવાનું ભવ્ય આયોજન

મોરબી જિલ્લાના પંચાસર ગામે શ્રી શક્તિ માતાજીના 951મા જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 20 નવેમ્બર 2026, શુક્રવારના રોજ શક્તિ માતાજીના મંદિર ખાતે 951 દીવડાની મહાઆરતી સહિત માતાજીના હરખના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાત્રે 7 કલાકે 951 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાશે, જ્યારે રાત્રે 9:30 કલાકથી માતાજીના હરખના માંડાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો જે. કે. ટીંબા, વિપુલ ખટાણા અને દેવભાઈ રાવલ પોતાની ડાકની રમઝટ બોલાવી ભક્તોને ભક્તિ અને લોકસંગીતના રંગે રંગશે. શ્રી શક્તિ માતાજીના આ પાવન જન્મોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો જોડાય તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

સમસ્ત ઝાલા પરિવાર પંચાસર તેમજ રાજ શક્તિ ગ્રુપ પંચાસર દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW