HomeGujaratમોરબીના વકીલ સાથે સાયબર ફ્રોડ: બેંક ખાતામાંથી રૂ. 98 હજાર ગાયબ

મોરબીના વકીલ સાથે સાયબર ફ્રોડ: બેંક ખાતામાંથી રૂ. 98 હજાર ગાયબ

મોરબી શહેરમાં સાયબર છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં વકીલના બેંક ખાતામાંથી કોઈ પણ પ્રકારનો OTP, મેસેજ કે ફોન કોલ આવ્યા વિના UPI મારફતે રૂ. 98,000 ઉપડી ગયા હોવાની ઘટના બની છે. આ મામલે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના વેજીટેબલ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા 39 વર્ષીય હિરેનગીરી દિલીપગીરી ગોસ્વામી સાથે આ સાયબર ફ્રોડ થયો હતો. તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ગ્રીનચોક શાખામાં રૂ. 49,000 જમા કરાવવા ગયા હતા. તે દરમિયાન તેમના ખાતામાં રૂ. 2,88,365.41ની રકમ હોવા છતાં અંદાજે રૂ. 98,000 ઓછા હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

આ અંગે ઘરે પરત ફરી તેમણે મોબાઈલમાં SBI YONO એપ્લિકેશન ખોલીને બેંક સ્ટેટમેન્ટ તપાસ્યું હતું. જેમાં તેમના ખાતામાંથી UPI ડિજિટલ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 98,000ની રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન આ નાણાં PhonePe UPI ID nagosay312@oksbi મારફતે બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું.

ચોંકાવનારી બાબત એ છે કે, આ નાણાકીય વ્યવહાર અંગે ફરિયાદીને બેંક તરફથી કોઈ SMS કે ફોન કોલ દ્વારા જાણ કરવામાં આવી નહોતી. આ બનાવ અંગે તેમણે ગત તા. 20/11/2026ના રોજ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી.

જોકે, લાંબા સમય બાદ પણ રકમ પરત ન મળતા આખરે તેમણે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સંબંધિત ખાતાધારક અને UPI ID ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW