HomeGujaratમોરબી શહેરના પેટા વિભાગ-03 હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેરના પેટા વિભાગ-03 હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેરના પેટા વિભાગ-03 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આગામી બુધવાર, તા. 25 નવેમ્બર 2026ના રોજ વીજપુરવઠો બંધ રાખવામાં આવશે. GETCO દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 7:30થી બપોરે 3:30 વાગ્યા સુધી વીજળી પુરવઠો બંધ રહેશે. આ અંગે વીજ વિભાગ દ્વારા સંબંધિત વિસ્તારના ગ્રાહકોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

વાવડી રોડ ફીડર હેઠળના વિસ્તારો:

કૃષ્ણા પાર્ક-1 અને 2, શ્યામ પાર્ક, રાધા પાર્ક, કારિયા સોસાયટી, સોમૈયા સોસાયટી, ગાયત્રીનગર, કુબેરનગર, ન્યૂ મારુતિનગર, આશિક પાર્ક તેમજ વાવડી ચોકડીથી માધાપર તરફ જતા રોડની ડાબી બાજુના તમામ વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે.

શ્રદ્ધા ફીડર હેઠળના વિસ્તારો:

શ્રદ્ધા પાર્ક, યમુનાનગર, નિધિ પાર્ક, રણછોડનગર, લાયન્સનગર, વિજયનગર, અમરેલી રોડ, મદીના સોસાયટી, ફૂલછાબ સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં વીજળી બંધ રહેશે.

ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારો:

સેન્ટ મેરી સ્કૂલ આસપાસનો વિસ્તાર, નવી અને જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, નવા ડેલા રોડ, મચ્છીપીઠ રોડ, સુપર ટોકીઝ, ચિત્રકૂટ ટોકીઝ, રોહિદાસપરા અને ચાર ગોડાઉન સહિત આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે.

 

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW