લાંબા સમયથી યોગ્ય મરામત ન થવાના કારણે મોરબી અને રાજકોટ સ્ટેટ હાઈવે નંબર 27 પર મસમોટા ખાડા પડી ગયા છે ક્યાંક તો રસ્તો એટલી હદે ખરાબ થઈ ગયો છે કે જીવલેણ અકસ્માતની ઘટના પણ બની રહ્યા છે. જેને પગલે વહેલી તકે રોડના રિસરફેસની કામગીરી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી હતી આ માગણી બાદ ધારાસભ્ય દુર્લભજી દેથરીયા દ્વારા સીએમ અને માર્ગ મકાન વિભાગમારજૂઆત કરી હતી ધારાસભ્યની રજૂઆત બાદ હવે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા રાજકોટ મોરબી સ્ટેટ હાઈવે 27 ની રિસરફેસ કામગીરી માટે રૂ 103 કરોડ જેટલી રકમ મંજુર કરવામાં આવી છે બે તબક્કામાં થનારા કામમાં પ્રથમ ફેસમાં 46 કિમી નો વિસ્તાર આવરી લેવાશે જેના માટે અંદાજીત 74 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જયારે બીજા ફેસ માં બાકી રહેલા 18 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાશે જેના માટે રૂ 29 કરોડ થવાની શક્યતા છે હાલ માર્ગ મકાન વિભાગ દ્વારા બન્ને ફેસ માટે થનારા કામમાં રૂ 103 કરોડ જેટલી રકમ મંજુર કરી છે. રાજ્ય સરકારે નવા વર્ષમાં રાજકોટ મોરબી હાઇવે મરમત કામને મંજુરી અપાતા લોકોને હાલાકી માંથી રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે


