મોરબીના જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ વિસ્તારમાં આવતીકાલે, તા. 25/04/2026 શનિવારના રોજ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે 66 કે.વી. બેલા સબ સ્ટેશનમાંથી સપ્લાય થતું 11 કે.વી. રેન્જ ઇન્ડસ્ટ્રીયલ (Range Ind.) ફીડર સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણો માટે આ સમયગાળા દરમિયાન વીજ પુરવઠો સ્થગિત રહેશે. નાયબ ઈજનેરે જાહેર કરેલી યાદીમાં આ અંગે માહિતી આપવામાં આવી છે.

