મોરબીના રવાપર રોડ ઉપર મારૂતી નગર, વિધુતનગર પાસે રહેતા લાલજીભાઈ અણદાભાઈ સવસાણી (ઉંમર આશરે 60 વર્ષ)એ હળવદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, અજાણ્યા ચોરોએ તેમની વાડીમાં ઘૂસી જઈ ત્યાં આવેલા રૂમોના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમમાં રાખેલ સબમર્સિબલ મોટર માટેનો આશરે 1600 ફૂટ લાંબો 6 એમ.એમ.નો કોપર કેબલ વાયર, જેની અંદાજીત કિંમત રૂ. 1,00,000 જેટલી થાય છે, ચોરી કરીને લઈ ગયા હતા. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

