HomeGujaratમોરબીના ઘૂંટુ ગામે પિતાને ઠપકો આપવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવક પર પાઈપ...

મોરબીના ઘૂંટુ ગામે પિતાને ઠપકો આપવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવક પર પાઈપ અને ધોકાથી જીવલેણ હુમલો

મોરબીના જુના ઘૂંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ દેવજીભાઈ વોરાએ આરોપી સચીનભાઈ દિનેશભાઈ બારોટ તથા કિશનભાઈ કમલેશભાઈ બારોટ રહે બંને ઘુંટુ ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદિ મુકેશભાઇ પોતના ઘર પાસે હાજર હતા તે દરમ્યાન તેના પિતાને કામ બાબતે ઠપકો આપતા હોય તે દરમ્યાન આરોપી સચિન આવી કહેવા લાગેલ કે મને કેમ ગાળો આપો છો તેમ કહી એકદમ ઉશકેરાઈ જઈ મુકેશભાઇને ગાળો આપી તેના હાથમાં રહેલ લાકડાનો ધોકો મુકેશભાઇના ખંભાના ભાગે તથા વાસાના ભાગે મારી કાનના ભાગે મુઢ ઈજા પહોંચાડેલ તેમજ આરોપી કિશનભાઇએ મુકેશભાઇ પાસે આવી તેના હાથમાં રહેલ લોંખડનો પાઈપ મુકેશભાઇને માથાના ભાગે એક ઘા મારી માથામાં ફેક્ચર (હેમરેજ) જેવી ઈજા પહોંચાડેલ હોય જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW