Monday, October 7, 2024
HomeBussinessઅદાણી ગ્રીને સોલર એનર્જી કોર્પો. સાથે 8000 મેગા વોટના ઉત્પાદનને લગતા ટેન્ડર...

અદાણી ગ્રીને સોલર એનર્જી કોર્પો. સાથે 8000 મેગા વોટના ઉત્પાદનને લગતા ટેન્ડર માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સંપ્પન કર્યો

ભારતની વિરાટ અને વિશ્વના અગ્રણી રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગજું કાઢનાર અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ  1,799 મેગાવોટ સોલાર પાવર સપ્લાય કરવા માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) ના અમલીકરણની જાહેરાત કરી છે.જૂન 2020 માં SECI દ્વારા તેને આપવામાં આવેલ સમગ્ર 8,000 MWના ઉત્પાદનને સાંકળતા સોલાર ટેન્ડર માટે પાવર ઑફ ટેક ટાઈ-અપ આ બાકી  PPA પર હસ્તાક્ષર કરવા સાથે અદાણી ગ્રીન એનર્જીએ  પૂર્ણ કર્યું છે, જે વિશ્વનું સૌથી મોટું સોલાર ટેન્ડર હોવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

બે ગિગાવોટના PV સેલ અને મોડ્યુલ ઉત્પાદન સુવિધાઓની સ્થાપનાના સમાવેશ સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.એ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇંડીઆ સાથેનાI ઉત્પાદન-સંકલિત સોલાર પીવી ટેન્ડરનીકંપનીની પ્રતિબદ્ધતાઓ પરત્વે પ્રગતિ કરી છે.અદાણી એનર્જીએ તેની સહયોગી કંપની મુન્દ્રા સોલર એનર્જી લિ. (MSEL) દ્વારા વાર્ષિક 2 ગિગાવોટની ક્ષમતા સાથે સોલાર પીવી સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત કરી દીધો છે.ગુજરાતના મુન્દ્રા ખાતે આવેલ આ પ્લાન્ટ માં AGEL તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ફોર લિ. દ્વારા MSELના 26% શેર ધરાવે છે.

અદાણી ગ્રીન એનર્જી લિ.ના મુખ્ય કારોબારી અધિકારી અમિત સિંઘે કહયું હતું કે  “અદાણી ગ્રીન માત્ર ભારતના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને પામવા માટે જ નહીં પરંતુ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં પણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે સૌથી મોટા ગ્રીન પીપીએને  આખરી કરવા સાથે ટકાઉ ઊર્જા લેન્ડસ્કેપને સક્ષમ કરતા આનંદ અનુભવીએ છીએ.અદાણી ગ્રીને હવે આ સાથે 19.8 GW ના PPA સાથે જોડાણ કર્યું છે અને તેના 20.6 GW લૉક-ઇન પોર્ટફોલિયોમાં બાકીની મર્ચન્ટ ક્ષમતા છે. ભારતના સંસાધન સમૃદ્ધ વિસ્તારોમાં બે લાખ એકરથી વધુ જમીન પહેલેથી જ આવરી લેવાયેલી હોવાથી 2030 સુધીમાં 45 ગીગાવોટ ક્ષમતાના અમલ માટે પોર્ટફોલિયો સંપૂર્ણપણે જોખમમુક્ત છે.ચાલુ દાયકાના અંત સુધીમાં ૫૦૦ ગિગાવોટની બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાના ભારતના લક્ષ્યાંકને અનુરૂપ અદાણી ગ્રીન ૪૫ GW થી વધુ રિન્યુએબલ એનર્જી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. અમારા હાલના ઓપરેટિંગ પોર્ટફોલિયો કરતાં આ પાંચ ગણો વધારો છે. સસ્તી અને સુલભ સ્વચ્છ ઊર્જા પૂરી પાડવાના અમારા સંકલ્પની આ બાબત પુનઃપુષ્ટી કરે છે.” એમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,388FollowersFollow
2,310SubscribersSubscribe

TRENDING NOW