હળવદમા દેશીદારૂના ગુનામાં નોંધાયેલ ફરીયાદમા નિષ્પક્ષ તપાસ કરવાની રજૂઆત સાથે આજે હળવદમા આવેલા પોલીસ મથકે સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર રૂત્વીક મકવાણા પહોંચ્યા હતા અને પોલીસ મથકનાં પીઆઈ આર.ટી વ્યાસને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ થોડા સમય પહેલા હળવદ તાલુકાના કેદારીયા ગામે કોંગ્રેસના કાર્યકર અમરાભાઈ પોરડીયાનુ આકસ્મિક રીતે મોત થયું હતું જેમાં આજે સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રૂત્વીક મકવાણા તેમના પરીવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા જોકે ચુંટણી વ્યસ્તતાને લીધે તેઓ બેસણામાં હાજરી આપી શક્યા નહોતા ત્યારે હળવદ પોલીસ મથકે એક તા ૮/૫/૨૪ના નોંધાયેલા ૧ લીટર દેશી દારુની કેસની રજુઆત કરવા પહોંચ્યા હતા જેમાં તેમણે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી જોકે આ બાબતે રૂત્વીક મકવાણા સાથે ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે ચુંટણી સમયે કોઈ વ્યક્તિ એજન્ટ રહ્યું હોય અને તેમને વાડીએ કે રીક્ષામાં દારૂ મુકીને ફસાવી દેવામાં આવે અથવા રાજકીય ઈશારે કોઈ વ્યક્તિ ફસાવી દેવામાં નો આવે તે માટે નિષ્પક્ષ તપાસ કરવાની હળવદ પોલીસ મથકે પીઆઈ આર.ટી વ્યાસને રજુઆત કરી છે.
જ્યારે આ બનાવમાં હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી વ્યાસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ૮/૫/૨૪ના રોજ કેદારીયા ગામે બિનવારસી રીક્ષામાં દેશીદારૂની ૫ કોથળી એટલે કે ૧ લીટર દેશીદારૂ મળી આવ્યો હતો અને જે રીક્ષાને પોલીસ મથકે લાવી માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુમાં કેદારીયા ગામેથી મળતી માહિતી મુજબ કેદારીયા તળાવ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે દારૂ પી રહેલા લોકોને પુજારી દ્વારા ટોકવામા આવતા દારૂ પી રહેલા યુવાનો ઉશ્કેરાયા હતા અને પુજારીને ધાકધમકી આપી હતી જેથી કરીને તેઓ ગામ તરફ જતા રહ્યા હતા અને ત્યારબાદ ગ્રામજનો દ્વારા રીક્ષામાં દારૂ પી રહેલા લોકોને પડકારતા તેઓ ભાગી ગયા હતાં જોકે તેમાં દેશીદારૂ મળી આવ્યો હતો અને જેનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જીજે ૩૬ યુ ૭૫૨૩ દેશીદારૂની કોથળી દેખાય રહી છે પરંતુ દેશીદારૂ અંગે હળવદ પોલીસને સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રૂત્વીક મકવાણા રજુઆત કરવા પહોંચતાં રાજકીય ગરમાવો આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ તાલુકાનુ કેદારીયા ગામ સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાનુ ગામ છે અને આ બાબતે હવે ભાજપ અને કોંગ્રેસ આમને સામને હોય તેવી લોકચર્ચા જાગી છે.

