HomeGujaratહળવદના વૈજનાથ પાર્કમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, રૂ.63,200 રોકડ જપ્ત

હળવદના વૈજનાથ પાર્કમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા, રૂ.63,200 રોકડ જપ્ત

હળવદ ટાઉન વિસ્તારમાં આવેલા વૈજનાથ પાર્કમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફને વૈજનાથ પાર્ક વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વૈજનાથ પાર્કમાં પ્રવિણ ચંદુભાઈ ઠાકરના રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા પ્રવિણ ચંદુભાઈ ઠાકર, હિતુભા સામંતસિંહ ઝાલા, અશ્વિન ગટુરભાઈ વડેચા, ભરત ગાંડુભાઈ છનીયારા, પ્રવિણ દોલુભાઈ રાઠોડ અને રસીક રેવાભાઈ ઉઘરેજાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે તે સ્થળેથી કુલ રૂ.63,200ની રોકડ રકમ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW