HomeGujaratમોરબીના કપિલા હનુમાન ચોકડી અને ખારીવાડી વિસ્તારમાં મનપાનું જેસીબી ફર્યું

મોરબીના કપિલા હનુમાન ચોકડી અને ખારીવાડી વિસ્તારમાં મનપાનું જેસીબી ફર્યું

મોરબીના પંચાસર રોડ મેગા ડીમોલીશન કામગીરી બાદ  મોરબી મહાનગર પાલિકા દ્વારા  ફરી એકવાર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વખતે મનપાની એસ્ટેટ વિભાગની ટીમ  મોરબી શહેરના વાવડી રોડ વિસ્તારમાં આવેલા કપિલા હનુમાન પાસે ચોકડી વિસ્તારમાં પહોચી હતી.

જ્યાં 9 મીટરના સૂચિત રોડ પર ખડકાયેલી 6 જેટલી ઓરડી  અને બે દુકાન પર જેસીબી ફેરવી જગ્યા સાફ કરી હતી આ ઉપરાંત ખારીવાડી પ્રાથમિક શાળા ગુચર વાડી સુધીના વિસ્તારમાં 800 મીટર લાંબા ગાડા માર્ગની બન્ને સાઈડ ખડકાયેલ દબાણ હટાવી રોડની પહોળાઈ 25 ફૂટ કરી દેવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,820SubscribersSubscribe

TRENDING NOW