હળવદ મોરબી ચોકડી પાસે બાતમીના આધારે એલસીબી દ્વારા રેડ મારતા તે સ્થળે આરજે-19-જીઇ-8765 નંબરના ટ્રેઇલર એલસીબી દ્વારા તપાસ કરતા માટીની આડમાં તે ટ્રેઇલરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો,જે જથ્થો એલસીબી ટીમે જપ્ત કર્યો હતો.તે શખ્સો પાસેથી કિંગ ફીસર નંગ-228,બ્લેન્ડર પ્રાઈડ સિલેકટ પ્રીમીયમ વ્હીસ્કી નંગ-60,ઓફિસર ચોઈસ કલાસીક વ્હીસ્કી નંગ-359, 8 pm વ્હીસ્કી નંગ-288 કુલ દારૂ નો જથ્થો અને ટ્રેઇલર સહીત કુલ રૂ.-17,88,580 નો મુદામાલ એલસીબીને મળી આવ્યો હતો.દારૂ સાથે સિયરામ ઉર્ફે મુકેશ દીનારામ જાજડા નામનો શખ્સ ઝડપાયો હતો અને તેની સાથે બીજો શખ્સ રામકિશોર ઉર્ફે શેટીરામ જાટ ને પકડવા એલસીબી દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.સીયરામ ઉર્ફે મુકેશ દીનારામ જાજડા વિરુદ્ધ દારૂ અંગે હળવદ પોલીસ મથકમાં ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

