Monday, April 15, 2024
HomeBussinessઅદાણી ‘ગ્રીન ટોક્સ’ સમાજ ઉપર પ્રભાવકર્તા પાંચ  સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપશે

અદાણી ‘ગ્રીન ટોક્સ’ સમાજ ઉપર પ્રભાવકર્તા પાંચ  સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપશે

ભારતના સૌથી ઝડપથી વિકસતા પોર્ટફોલિયો અદાણી ગ્રુપે આજે ​​અહીં ‘ગ્રીન ટોક્સ’ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં પર્યાવરણને બહેતર બનાવવા વૈશ્વિક દેશોએ હાથ ધરેલા પ્રયાસો મક્કમ ગતિએ એક આંદોલન બની રહ્યા છે ત્યારે તેમાં અદાણી સમૂહે કરેલી પહેલના એક ભાગરુપ આ ગ્રીન ટોક્સમાં પાંચ સ્ટાર્ટઅપ્સના સ્થાપકોએ તેમના વિચારો રજૂ કર્યા હતા જેનો ઉદ્દેશ્ય સામાજિક ઉદ્યોગસાહસિકોને પોતાના વિચારો વિકસાવવા અને તેમને મૂર્તિમંત કરી અમલમાં લાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

‘ગ્રીન ટોક્સ’ એ બિનનફાકારક એક ખુલ્લો મંચ છે જે સામાજિક સાહસોના વૈશ્વિક નેટવર્કને તાંતણે જોડે છે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) સિધ્ધ કરવાની દીશામાં થઇ રહેલી પ્રગતિને વેગ આપવા માટે વ્યાપક પરિવર્તન લાવી રહ્યા છે. આ કાર્યક્રમની 2023નું સંસ્કરણ માનવતાની સુધારણાના ધ્યેયથી પોતાના નવીન ઉકેલો દ્વારા ભારતમાં મૂળભૂત તફાવત લાવી રહેલા  ઉદ્યોગસાહસિકોને એક મંચ પૂરો પાડે છે. 

કોઈ પણ સાઈકલ પર બોલ્ટ કરીને તેને મિનિટોમાં ઈવીમાં રૂપાંતરિત કરી શકાય તેવું ઉપકરણ લઈને આવેલી ડ્વેક મોબિલિટી પ્રા. લિ.નો આ વર્ષની ઈવેન્ટમાં હાજરી આપનારા સ્ટાર્ટઅપ્સમાં સમાવેશ થાય છે અને એક સામાજિક પ્રભાવ કેન્દ્રિત ટેક સંસ્થા ’હકદર્શક’ આ દીશામાં કાર્યરત રહી સરકારી કલ્યાણ યોજનાઓની પહોંચ અને તેના વ્યાપને સરળ અને પારદર્શક બનાવે છે.અન્ય સ્ટાર્ટઅપ્સમાં સ્માર્ટ ડ્રોન્સ બનાવતી મારુત ડ્રોન્સનો સમાવેશ થાય છે,.આ ડ્રોન્સનો ઉપયોગ ખેતીના બીજ રોપવાથી લઈને લણણી સહિતની વિવિધ પ્રક્રિયામાં થઈ શકે છે,સૌર ઉકેલને સસ્તા અને બધા માટે સુલભ બનાવવા તરફ કામ કરતી  ઓનર્જી સોલર . અને ગ્રીન અને ટકાઉ બાયોમાસ સોલ્યુશન્સ પુરુ પાડતા પ્રેસિપ્લા (PRESP) સામેલ રહ્યા છે. YouTube અને અદાણીના કર્મચારીઓ માટે આંતરિક ચેનલો પર  ગ્રીન ટોકનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આ પહેલ વિશે બોલતા જણાવ્યું હતું કે, “ સંસ્થાની શીખવાની ક્ષમતા એ આજે તેનો સૌથી મોટો તફાવત છે.અને સ્ટાર્ટઅપ્સના ક્ષેત્રમાં પોતાની જાતને ઓતપ્રોત કરી લો એ જ ટેક્નોલોજી વિશે શીખવાની શ્રેષ્ઠ રીત છે. અદાણી ગ્રૂપ સ્ટાર્ટઅપ્સને તેમના સોલ્યુશન્સનો સેન્ડબોક્સ તરીકે ઉપયોગ કરવા માટે આવકાર સાથે આહવાન કરે છે. અદાણી ગ્રૂપના પાયાના મૂલ્યો પૈકીનું એક હિંમત છે અને સ્ટાર્ટઅપ્સ સ્થાપવામાં જે યુવાનો .હિંમત દાખવે છે તેને અમે બિરદાવીએ છીએ. એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે  ઉદ્યોગસાહસિકતાની ભાવના તેમનું ચાલક બળ બનીને ચલાવે છે; ભારતને તેની જરૂર છે. આ કારણે જ ભારતમાં ઘણા બધા યુનિકોર્ન છે જેને આપણે વધાવવાની જરૂર છે.”

અદાણી સમૂહે અગાઉ જે સ્ટાર્ટઅપ્સ સાથે કામ કર્યું છે તેમાં સુંદરવનમાં સેવાઓ પૂરી પાડનાર હેલ્થકેર ઇનોવેટર iKure,પ્રોસ્થેટિક્સ ટેક્નોલૉજિસ્ટરોબોબાયોનિક્સ અને ધારાવીના.કારીગરો અને રહેવાસીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા સામાજિક સાહસ dharavimarket.કોમના સ્થાપક મેઘા ગુપ્તાનો સમાવેશ થાય છે.

ગ્રીન ટોક્સ’નું પ્રથમ સંસ્કરણ 2021 માં યોજાયું હતું અને 2022 માં ભારત અને વિકાસશીલ વિશ્વના અન્ય ભાગોમાં તેમની અસર માટે પાંચ ઉત્કૃષ્ટ સામાજિક સાહસિકોને અદાણી પ્રાઈઝ ફોર સોશિયલ એન્ટરપ્રાઈઝ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.કુલ રૂ. 5 કરોડનું ભંડોળ ધરાવતા આ ઈનામો પસંદ કરાયેલા સામાજિક સાહસો માટે  હતા

પ્રગતિને વેગ આપવા માટે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક પરિવર્તનની દીશામાં કામ કરતા સામાજિક સાહસોને ‘ગ્રીન ટોક્સ’ એક મંચ ઉપર  લાવે છે. તેને ઓપન-સોર્સ ઇનોવેશન માટે મોકળાશ અને ખુલ્લા સંવાદ માટે એક મંચ મળી રહે અને લાંબા સમય સુધી ચાલતા સામાજિક પરિવર્તન તરફ દોરી શકે તેવા વિચારો માટે એક ઇન્ક્યુબેટર તરીકે પ્રસ્થાપિત થાય તેવી ડિઝાઇનથી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તે વધુ શ્રેષ્ઠતા માટે ટેકનોલોજી, ડિઝાઇન અને બિઝનેસ ઇનોવેશનનો ઉપયોગ કરવાની ઉદ્યોગસાહસિકની ક્ષમતામાં ભરોસો રાખે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
40,161FollowersFollow
1,180SubscribersSubscribe

TRENDING NOW