Thursday, May 16, 2024
HomeBussinessમોરબીના સિરામીક ઉદ્યોગ પર મુસીબતના એંધાણ, અમેરિકામાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા પ્રસ્તાવ

મોરબીના સિરામીક ઉદ્યોગ પર મુસીબતના એંધાણ, અમેરિકામાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવા પ્રસ્તાવ

વર્ષ 2023-24ના વર્ષમાં સિરામિક ઉદ્યોગ દ્વારા અમેરિકામાં 1500 કરોડની સિરામિક પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા આવનાર વર્ષ પણ પ્રગતી મય રહેશે તેવી આશા સાથે તાજેતરમાં અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે કોન્ઝ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ના સહયોગ થી યોજાયેલ Covering-2024 એક્બીઝીશનમા પણ જોડાયા હતા અને મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની ૪૦થી વઘુ કંપનીએ ભાગ લીધો હતો અને ઉત્સાહ પૂર્વક આ એક્ઝીબિશન શરુ પણ થયું જોકે અમેરિકા સરકાર તાજેતરમાં એક નિર્ણય લેતા ઉદ્યોગકારોનો ઉત્સાહ ઓસરી ગયો હતો યુ એસ એ સરકાર દ્વારા ભારતથી ઈમ્પોર્ટ થતી સિરામિક પ્રોડક્ટમાં 480 ટકા જેટલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાનો પ્રસ્તાવ મુક્યો છે જોકે આટલી મોટા પ્રમાણમાં ડ્યુટી લાદવામાં આવે તો મોરબીથી આટલા મોટા પ્રમાણ માં થતા એક્સપોર્ટ પર મોટી બ્રેક લાગી શકે છે. અને આ વાત મોરબીના ઉદ્યોગકારોની ચિંતા પણ વધારી છે ઉદ્યોગકારો દ્વારા આગામી દિવસમાં નવી સરકાર રચના બાદ આ મુદે રજૂઆત પણ કરે તેવી પણ તૈયારી કરવામાં આવી છે

સતત વધતા કાચા માલના ભાવ, ભાડા તેમજ અન્ય જરૂરી ખર્ચ માં વધારાના કારણે સતત વધી રહેલા ઉત્પાદન ખર્ચ સહીત મુશ્કેલીઓ વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગ પડકાર ઝીલી આગળ વધવા પ્રયાસ કરી રહ્યું છે અને પ્રગતી કરી રહ્યું છે જોકે આ પ્રગતી પર ફરી એકવાર મોટી બ્રેક લાગવાના અણસાર વર્તાઈ રહ્યા છે કારણ કે મોરબીની સિરામિક ટાઈલ્સ અને અન્ય પ્રોડક્ટનું યુએસ એમાં મોટા પાયે એક્સપોર્ટ થાય છે હાલ સિરામિક ઉદ્યોગ વર્ષીક 1500 કરોડનું એક્સપોર્ટ માત્ર યુએસએમાં કરે છે અને તેને સતત વધારવા પ્રયાસ પણ કરતું રહે છે અને તેના ભાગરૂપે તાજેતરમાં છેલ્લા ત્રણ દિવસથી અમેરીકાના એટલાન્ટા શહેર ખાતે કોન્ઝ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ના સહયોગ થી યોજાયેલ Covering-2024 એક્બીઝીશનમા પણ જોડાયા હતા અને મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝની ૪૦થી વઘુ કંપનીએભાગ લીઘો હતો જેમા કોન્સ્યુલ જનરલ એલ રમેશ બાબુ દૃારા ભારતીય પેવેલીયનનુ ઉદધાટન કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ, જેમા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશ કુંડારીયા જોડાયા હતા જોકે આ એક્ઝીબીશન શરુ થયા બાદ તેઓ જે અપેક્ષા રાખી હતી તે મુજબ હાલ રિસ્પોન્સ મળી રહ્યો ન હોવાનું સામે આવ્યું છે અને તેની પાછળ એક સૌથી મોટું ચિંતાજનક કારણ સામે આવ્યું છે

હાલ મોરબી સીરામીક ટાઈલ્સ માટે અમેરીકા સૌથી મોટુ માકેઁટ છે અને ગત નાણાકીય વર્ષમાં મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા 1500 કરોડનુ એક્સપોટઁ માત્ર અમેરીકામા જ કરવામાં આવ્યું હતું,પરંતુ 4 -5 દિવસ પહેલા જ અમેરીકાની સરકાર દ્વારા ભારતથી એક્સપોટઁ થતી ટાઈલ્સ ઉપર એન્ટી ડંમ્પીંગ લગાવવા પીટીશન ફાઈલ કરી છે અને તેમાં ભારતથી ઈમ્પોર્ટ થતી ટાઈલ્સ હોવાથી આ એક્ઝીહીબીશનમા તેની માઠી અસર જોવા મળેલ તેમજ મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો પડેલ છે. આ બાબતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડીયા એટલાન્ટાની કોન્ફરન્સ મા પણ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા અને સિરામિક ઉદ્યોગકારો દ્વારા આ મુદે ચર્ચા કરી હતી અને યુએસ સરકાર સમક્ષ આ નિર્ણયથી થનાર અસર અંગે ચર્ચા કરી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી આ ઉપરાંત આગામી દિવસમાં નવી સરકાર રચના બાદ આ મુદે રજૂઆત પણ કરે તેવી પણ તૈયારી કરવામાં આવી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,947FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW