Wednesday, June 12, 2024
HomeGujarat૪૧ ડિગ્રી તાપમાન વચ્ચે વવાણીયાના વાંઢ વિસ્તાર ૬ દિવસે એક ટેન્કર મળતા...

૪૧ ડિગ્રી તાપમાન વચ્ચે વવાણીયાના વાંઢ વિસ્તાર ૬ દિવસે એક ટેન્કર મળતા જીવવું દુષ્કર

લોકસભા ચૂંટણીમાં વિકાસના મસમોટા દાવા કરી મતદારો પાસે મત માગવા પહોંચેલા નેતાઓ લોકોને સુવિધા મળે છે કે નહિ તે ક્યારે પૂછવા આવતા નથી તેમાં પણ માળિયા મિયાણા તાલુકાના વાંઢ વિસ્તાર હોય કે માછીમાર પરિવાર કે પછી છેવાડાનું ગામ ત્યાં તંત્ર પાણી પહોચાડવામાં વામણું પુરવાર થયું છે.

મોરબી જિલ્લાના પછાત ગણાતા માળિયા મિયાણા તાલુકાનું છેવાડાના બગસરા ગામ અને વવાણીયા ગામના માછીમાર પરિવારની હાલત દયનીય છે.બંન્ને ગામમાં પીવાના પાણીની ભયંકર તંગી ઊભી થઈ છે. 41 ડિગ્રી તાપમાન વચ્ચે મહિલાઓ દૂર દૂર સુધી પાણી ભરવા મજબુર બની છે ત્યારે જોઈએ મોરબીના આં બન્ને ગામની સ્થિતિની વાત કરીએ.

 સરકાર ગાઈ વગાડી ને ભલે ઘર ઘર સુધી જલની મોટી મોટી જાહેરાત કરી હોય પરંતુ  પરંતુ આજે પણ માળિયા મિયાણાના વવાણીયા ગામની હદ વિસ્તારમાં રહેતા માછીમાર પરિવારની હાલત દયનીય છે.

 વવાણીયા ગામના આં વિસ્તારમાં છેલ્લા 110 વર્ષ પહેલા આ માછીમારો ના બાપદાદાએ આ વસ્તી વસાવી હતી જેમની હવે તો ત્રીજી પેઢી હાલ માં અહી વસવાટ કરી રહી છે કાચા ઝુંપડા બાંધી ને રહેતા આ પરીવાર નું જીવન જ આમ તો સાગર છે દરિયો ખેડી ને માછીમારી દ્વારા પરિવાર નું ભારણ પોષણ કરતા આ માછીમાર પરિવારો નું જીવન આજે પણ નર્ક સમાન છે 

આવી 41 ડિગ્રીમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળવાનું વિચારી શકતા નથી તેવી સ્થિતિમાં આ વિસ્તારમાં પીવાનું પુરતું પાણી ન મળતા લોકો બહાર પાણી ભરવા જવું પડે છે  અહી દર 6 દિવસે એક ટેન્કર પાણી આવે છે એ જ આ પરિવારો માટે તંત્રની મદદ છે જોકે લોકોની જરૂરિયાત કરતા ઓછું  છે  બસ આ સ્થિતિ માં આ કાળા ઉનાળા માં અહીના લોકોની સ્થિતિ શું હશે એ સમજવા માટે કોઈ જ સબ્દો ની જરૂર નથી રહેતી  સ્થાનિક પ્રશાસન ને આ માછીમારો ની વારંવાર ની રજુઆત બાદ છેલ્લા 15 દિવસથી પીવાના પાણી માટે ટેન્કર શરુ કરવામાં આવ્યા છે જોકે આ લોકોને ફાળવ્તોયા છે તેટલા જથ્થામાં ટેન્કર મળી રહ્યા છે કે આમાં પણ કટકી થાય છે તે  તપાસ નો વિષય છે પરંતુ અહી ના માછીમારો ને ત્યાં દર 6 દિવસે એક જ ટેન્કર પાણી આવે છે જેમાંથી આ લોકોને પોતાની રીતે ભરી રાખવાનું અને બીજા 6 દિવસ સુધી એમાંથી જ પાણી વાપરવાનું બસ આવી સ્થિતિ  છે 


અમારું છેવાડાનું ગામ છે અમને અહી દરિયા વિસ્તારનું ગામ છે જેના કારણે તળમાં આં કારણે પીવાના પાણીની ભયંકર તંગી છે 10-15 દિવસે અમને પાણી મળે છે એક એક બેડા માટે અમારે મહિલા વચ્ચે માથા કૂટ થાય છે તેમ છતાં પાણી પુરતું મળતું નથી અમારે માલ ઢોર અને અમારા માટ પીવાનું પાણી મેળવવું મુશ્કેલ છે લાંબા સમયથી અમે નવી પાણી લાઈન આપવાની માંગણી કરી છે જે  માંગણી પૂરી થતી નથી સ્થિતિ એટલી ખરાબ છે કે અમારે ન છૂટકે ગામથી હિજરત કરવી પડે તેવી સ્થિતિ બની ગઈ છે તેમ ગામના બચુબેન પીપળીયાએ જણાવ્યું હતું 

આવી જ બીજી હાલત છે  માળિયા તાલુકા ના દરીયાકાંઠા ના છેલ્લા ગામ બગસરા ગામની છે   જ્યાં મહિલાઓ આવી જ રીતે દરરોજ અવેડા અને કુવા માંથી પીવા માટે પાણી ભરવા લાચાર છે ઘર માં પાણી ની લાઈન તો છે પરંતુ તેમાં પાણી આવવું એ ગામડાની જનતા ને મળવા નેતા આવે તેવું અઘરું છે ૨ હજાર ની વસ્તી ધરાવતું આ ગામ આજે પણ પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે એક તો દરિયાકાંઠા નું ગામ હોવાથી જમીન અને તેના તળ બાને માં ખારાસ છે તો બીજી બાજુ પાણી એવી જરૂરિયાત છે જેના વિના જીવન જ શક્ય નથી પણ અહી પાણી પણ એક મૃગજળ સમાન છે ૨ હજાર ની વસ્તી માં પીવાનું પાણી નહિ મળતા આ ગામના લોકો કુવા નું ખારું પાણી પીવા મજબુર છે વારંવાર રજુઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ ને કાઈ પડી જ નથી તેથી આ ગામ ના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો આવા કપરા ઉનાળામાં એક એક  બુંદ પાણી માટે રઝળપાટ કરી કરી ને ગ્રામજનો ની હાલત બેહાલ છે

બગસરા ગામ માં પીવાના પાણી ની તકલીફ પણ છે અને અહી રહેતા લોકો મજુરીકામ કરવા વાળો ગરીબ વર્ગ છે અને તેથી જ તેમના નસીબ પણ ગરીબ હોય એમ વર્ષો પુરાણી પાણી ની ટાંકી પણ જર્જરિત બની ગઈ છે જોકે તેમાં જરૂરિયાત મુજબનું પાણી તો ક્યારેય આવતું જ નથી પણ સાથો સાથ આ જર્જરિત ટાંકી નવી બનાવવા માટે પણ તંત્ર વિચારતું નથી આગામની મહિલાઓ ની વ્યથા છે કે તેમને પાણી માટે જ એટલો બધો સંઘર્ષ કરવો પડે છે કે છોકરા ના ભણતર , સાર સંભાળ જેવી બાબતો નો સમય જ નથી મળતો એક તો રોજગારી માટે દિવસભર મજુરી કરવાની અને તેની વચ્ચે સમય કાઢી ને પાણી માટે પણ રજળપાટ કરવાનો હોય છે અને તે બાદ પણ પીવા તો ખારું જ પાણી મળે છે વર્ષો થી આ સ્થિતિ છે વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ મળતો નથી અને આ જ કારણસર આ ગામ ના લોકો માં રાજકીય આગેવાનો સામે ઉગ્ર રોષ જોવા મળે છે.

પાણીની તંગી વધુ છે દર ૬ દિવસે પાણી મળે તે કેમ પૂરું થાય અમારે પાણીની ખુબ તંગી છે અમારા વિસ્તારમાં ૭ થી ૮ છાપરા છે અમને પાણી પુરતું  મળતું નથી 6 દિવસે  અમારે ત્યાં ટાંકો નાખવા આવે છે હવે આટલા પરિવાર વચ્ચે ટાંકો પૂરો થતો નથી દરેક ઘર પાસે ભેસ અને અન્ય માલઢોર છે તેમને કેવી રેતી પાણી પીવડાવું તે પ્રશ્ન છે તેમ શેર મહમદભાઈએ જણાવ્યું હતું   

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
42,307FollowersFollow
1,360SubscribersSubscribe

TRENDING NOW