HomeGujaratમોરબી જલારામ મંદીર ના અગ્રણીઓએ બિનવારસી મૃતદેહો સહીત દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ...

મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓએ બિનવારસી મૃતદેહો સહીત દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન કરાયું

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવા મા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓ નુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવા મા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓ નુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.


હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતો ના આત્મા ની શાંતિ અર્થે શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિઓ નુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૬-૫-૨૦૨૪ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતો ના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવ્યુ હતુ.આ ભગીરથ કાર્ય મા સંસ્થા ના ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, કૌશિકભાઈ હરકાંતભાઈ વ્યાસ, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રાચ્છ, પ્રતાપભાઈ ચગ, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કૌશલભાઈ જાની, વિપુલભાઈ પંડિત સહીતના અગ્રણીઓ જોડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW